News Portal...

Breaking News :

પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી.

2024-05-15 11:13:02
પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી.


સુરતના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, 13 મેની રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે. કારની સ્પીડ એટલી હતી કે, રેલિંગ તોડ્યા પછી પણ કાર આડી થઈ જાય છે.

Reporter: News Plus

Related Post