News Portal...

Breaking News :

ગુજરાતમાં ભાજપ વર્સીસ ભાજપનો ખેલ સહકારના રાજકારણમાં ખેલાયો સી આર પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ

2024-05-15 09:37:35
ગુજરાતમાં ભાજપ વર્સીસ ભાજપનો ખેલ સહકારના રાજકારણમાં ખેલાયો    સી આર પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ




અમદાવાદ: ઈફ્કોની ચૂંટણી બાદ ગુજરાત ભાજપમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે, ભાજપ રીતસર બે ફાડિયામાં વહેંચાઇ ગયું છે. આ ઉપરાંત સી આર પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ આપી હતી.
  
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં ભાજપના મેન્ટેડનો પરાજય થયો હતો અને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા નો વિજય થયો ત્યાંરથી ગુજરાતમાં ભાજપ વર્સીસ ભાજપનો ખેલ સહકારના રાજકારણમાં ખેલાયો છે. હવે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ સી આર પાટીલ સામે મોરચો ખોલ્યો છે.




ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને નિશાન બનાવતા કહ્યું કે કહ્યું, કે ઇફ્કોની ચૂંટણીમાં જીત નહીં પણ ઈલુ-ઈલુના જવાબ પર વધુ અભિનંદન મળ્યા હતા. અમરેલીમાં પાટીલના ઈલુ-ઈલુના નિવેદન પર મેં જવાબ આપ્યો હતો. સહકાર અને ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ તેમ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે તે મોરચો ખોલવા ચૂંટણી પૂરી થવાની રાહ જોતા હતા. જો કાર્યકરોની પીડા દૂર નહીં થાય તો પક્ષને વધુ નુકસાન થશે. આ ઉપરાંત સી આર પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ આપી હતી.

...

Reporter: News Plus

Related Post