News Portal...

Breaking News :

ખોખરા વિસ્તારમાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગથી ઉત્તજના એક મહિલા પોતાની બે બાળકીને એક માળથી ટિંગાળીને નીચેના માળે રહેલા લોકોને સોંપી

2025-04-11 19:49:47
ખોખરા વિસ્તારમાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગથી ઉત્તજના એક મહિલા પોતાની બે બાળકીને એક માળથી ટિંગાળીને નીચેના માળે રહેલા લોકોને સોંપી




અમદાવાદ :શહેરના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે 11 એપ્રિલ, 2025 પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની 7 ગાડી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા 18 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદના ખોખરામાં આગના બનાવને લઈને ફાયર બ્રિગેડની પાંચ ગાડી તાત્કાલિક સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. આગની ઘટનામાં રહેવાસીઓમાં ગભરાટની સ્થિતિ ઊભી થઈ હતી, આ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. 



ખોખરામાં આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એપાર્ટમેન્ટના દાદરેથી ઊતરી શકાય એમ ન હોવાથી એક મહિલા પોતાની બે બાળકીને એક માળથી ટિંગાળીને નીચેના માળે રહેલા લોકોને આપે છે. આ પછી મહિલા ખુદ ઉપરના માળની દિવાલ પર લટકીને નીચે પડે છે, ત્યારે બે લોકો દ્વારા તેને પકડીને બચાવી લેવામાં આવે છે. 



ડિવિઝનલ ફાયર ઓફિસરે  વાત કરતા જણાવ્યું હતું કે, 'આગની ઘટનામાં કુલ 18 લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. આગ હવે કાબૂમાં છે અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.' આગામી દિવસોમાં ફાયર વિભાગ એપાર્ટમેન્ટમાં ફાયર સુરક્ષાને લઈને ઓડિટ કરે તેવી શક્યતા છે.

Reporter: admin

Related Post