બનાવ સંદર્ભે તારીખ 31 /10 /2022 ના રોજ ભોગ બનનાર યુવતી રાત્રિના દસ વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી નીકળી જરોદ વડોદરા હાઇવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર ચાલતી હતી તે દરમિયાન એકાએક સામેથી એક બાઈક ભોગ બનનાર ને અથાડી દઈ તેણીને પાડી દઈ તેણી નો મોબાઇલ જૂટવી આરોપીઓ ભાગી જઈ થોડીવારમાં ફરીથી ત્રણે જણા બાઈક લઈ આવી ભોગ બનનારને પાડી દઈ ઊંચકી ને હાઈવે નજીક ઝાંખરા વાળી કાદવ નાં નાડા વાળી જગ્યાની નજીક લઈ જઈ એક આરોપી એ છરો બતાવી બળજબરી પૂર્વકબળાત્કાર ગુજારેલ અને અન્ય આરોપીઓ પણ ભોગ બનનાર ની સાથે દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતા તે દરમિયાન ભોગ બનનારની બૂમો સાંભળી પસાર થતા યુવકે આરોપીઓનો પીછો કરતા સ્થળ પર આ યુવક સાથે ઝપાઝપી કરી સ્થળ પર છરો અને બાઇક મૂકી ત્રણેય આરોપી ભાગી ગયેલા જે ફરિયાદ જરૂર પોલીસ સ્ટેશનમાં થતા ગણતરીના સમયમાં જરોદ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી
તેઓ વિરુદ્ધ ગુનાની તપાસમાં પુરાવાઓ એકત્રિત કરી સાવલી ની સેશન કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર સેશન કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કરે આ ગુનામાં ત્રણેવ આરોપી(૧) સંજય ભાનુભાઇ ચુડાસમા(૨) પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુનભાઈ સોલંકી અને(૩) વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજીભાઈ સોલંકી ત્રણે આરોપી રહેવાસી સુરતના ઓ ને આજીવન કેદની સજા એટલે કે કુદરતી રીતે નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી સજા તેમજ એક લાખનો ત્રણેયને દંડ ફટકાવેલ છે જે સ્ત્રીઓની સુરક્ષાને માટે ઐતિહાસિક ચુકાદો છે. આવા ગેંગરેપના આરોપીઓ આવા ગુના આચરતા૧૦૦ વાર વિચાર કરશે
આ ચુકાદામાં નામદાર કોર્ટે ગેંગરેપની પીડીતા ને ગુજરાત વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ૭ લાખ નું વિકટીમ કોમ્પનસેશન ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપીઓ જે રકમ કોર્ટમાં જમા કરાવે તે પણ ભોગ બનનારને વળતર તરીકે આપવા ભલામણ કરેલ છે
Reporter: admin