વડોદરા : પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા.
દેશના સૌથી મોટા બિઝનેસ ટ્રસ્ટ ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધતી જતી ઉંમરને કારણે તેમને ઘણી સમસ્યાઓ હતી. દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર હતો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ 2012 સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે 1996માં ટાટા સર્વિસિસ અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી.
ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું બુધવારે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. રતન ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું હતું. રતન ટાટા પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. દેશના લોકોએ નમ આંખોએ અંતિમ વિદાય આપી હતી ત્યારે આજે વડોદરા શહેર અકોટા વિસ્તારમાં આવેલ સયાજી નગર ગૃહ ખાતે જાણીતા ઉધોગપતિ અને સમાજ સેવક ડો. જયેશ ઠકકર દ્વારા મહાન ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટા ને શ્રધ્ધાંજલિ નો કાર્યકમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો હાજર રહ્યા હતા સાથે ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાને બે મિનિટ નું મૌન પાડી ને પ્રેરણાજલી આપી હતી અને વકતા જય વસાડા દ્વારા સ્વ. રતન ટાટા ની જીવન ગાથા અને રતન ટાટા ના અનેક ઉદાહરણ લોકો ને સભળાવ્યા હતા.
Reporter: admin