આજે સુપ્રસિદ્ધ તીર્થધામ પાવાગઢ તીર્થ ખાતે ચાંપાનેર પ્રાથમિક શાળામાં હાલોલ જૈન સંઘ અને પાવાગઢ ગુંજન પરિવાર દ્વારા હિંસા મુક્ત વિશ્વ અને વ્યસન મુક્તિ અભિયાનનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
ચાપાનેર પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે માંસાહારના સેવનથી તન મન ને કેટલી હાનિ પહોંચે છે અને હિંસામુક્ત વિશ્વ માટે શાકાહાર કેટલો ઉપયોગી છે તેના દર્શન કરાવતા આ પ્રદર્શનમાં સમગ્ર વિશ્વના અનેક તત્વચિંતકો,મહાપુરુષો,માંસાહારનો ત્યાગ કરી શાકાહાર અપનાવતા તેમના જીવનમાં કેવું અદ્ભૂત પરિવર્તન આવ્યું છે.તેનું સચિત્ર દર્શન આ કાર્યક્રમમા કરાવવામાં આવ્યું હતું.સાથે સાથે વ્યસન મુક્તિથી જ સશકત રાષ્ટ્રનું નિર્માણ થશે એની સચોટ માહિતી મુંબઈ થી પધારેલ હર્ષ શાહ દ્વારા આપવામાં આવી હતી.
વધુ માં કિરણ દુગ્ગડ તથા દીક્ષિત ધોકાએ જણાવ્યું હતું કે પાવાગઢ ગુંજન પરિવાર પાવાગઢ ક્ષેત્રના બાળકો માં શિક્ષણ ની સાથે સંસ્કાર વૃદ્ધિ માટે દરેક સ્કૂલો માં પાવાગઢ ગુંજન સાપ્તાહિક પ્રકાશન નો વિતરણ પણ કરે છે.જેનાથી બાળકોમાં સુંદર સંસ્કરણ નિર્માણ પામે છે. આ કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશ. આર. પઢીયાર અને હાલોલ વોર્ડના કોર્પોરેટર નીતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પછી મણિભદ્ર જીવદયા ગ્રુપ દ્વારા અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના સફળ સંચાલનમાં કિરણ દુગ્ગડ, રાકેશ સંઘવી, અક્ષય બાગ્રેચા, દીક્ષિત ધોકાનું વિશેષ સહયોગ રહ્યો હતો.
Reporter: admin