નગરમાં ઉબડખાબડ રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા મસ મોટા ખાડાવાળા રોડ પાલિકા દ્વારા નગરજનોને એક વર્ષથી ભોગવવાનું હોવા છતાં રીપેરીંગ ન થતા વિરોધ કરવામાં આવ્યો
ઉબડખાબડ રસ્તાઓને લોકાર્પણ ને એક વર્ષ પૂરું થતાં તૂટી જતા કેક કાપી તેમજ ચોકલેટ વિતરણ કરીને રસ્તાઓને એક વર્ષ માં તુટવાના પગલે ઉજવણી કરવામાં આવી

પાલિકા દ્વારા નગરજનોને પડતી હાલાકી મુદ્દે ઘોર નિંદ્રામાં તંત્ર પોઢી રહેતા પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલ અને નગરજનોએ ભેગા થઈને ગાંધીગીરી દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો

વારંવાર રજૂઆત કરવા છતાંય પાલિકા દ્વારા કામગીરી ન કરતા કેક કાપી રાહદારી ઓને કેક અને લોલીપોપ વહેચવામાં આવ્યો અને પાલિકા ને ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડવા મેદાને પડ્યા
કાર્યક્રમના પગલે પાલિકા સફાળી જાગી અને ખાડા પુરવા કામે લાગી

Reporter: admin







