News Portal...

Breaking News :

હોટલમાં પાર્ક મૂંગા પશુઓ ભરેલી ટ્રક લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલ ભેજાબાજ ઉઠાવી ગયો

2025-12-22 14:26:28
હોટલમાં પાર્ક મૂંગા પશુઓ ભરેલી ટ્રક લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલ ભેજાબાજ ઉઠાવી ગયો


વડોદરા: જિલ્લાના કરજણ પાસેની એક હોટલમાં પાર્ક મૂંગા પશુઓ ભરેલી ટ્રક લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલ ભેજાબાજ ઉઠાવી ગયો હતો. 


મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં લાલ દરવાજા ખાતે રહેતા સાહિલશા મહોબતશા ફકીરે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 20 મીએ મારા શેઠ રમેશ ઈશ્વર દેસાઈના કહેવાથી સાંજે ક્લીનર સાથે પાલનપુર નજીક ચંડીસર ગામેથી અકબરભાઈના તબેલા પરથી અમારી ટ્રકમાં ત્રણ દૂધની ભેંસ, ત્રણ ગાભણ ભેંસ અને ત્રણ ભેસના બચ્ચા ભરીને ખસા ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર લઈને સુરત જિલ્લાના કાંકરાપારરોડ પર મોહમ્મદ સિદ્ધિના તબેલા પર જવા નીકળ્યા હતા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર એક વ્યક્તિએ ટ્રક ઉભી રખાવી હતી અને તેણે મારા શેઠના સંબંધી જીતુભાઈનો ડ્રાઇવર ભાભરખાન રહે બાડમેર રાજસ્થાન છું મારી ટ્રક ખરાબ થઈ ગઈ છે. 



ત્યાં લેતા જાઓ તેમ કહીને તેને લિફ્ટ માગતા અમે તેને ટ્રકમાં બેસાડ્યો હતો. કરજણ ટોલનાકા પાસેની એક હોટલમાં અમે ચા નાસ્તો કરવા ઉતર્યા હતા. હું અને મારો ક્લીનર બંને હોટલમાંથી બહાર આવ્યા ત્યારે મૂંગા પશુઓ ભરેલી ટ્રક ન હતી તેમજ ભાભરખાન પણ જણાયો ન હતો કુલ 14 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post