News Portal...

Breaking News :

રસ્તા પરનું મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર સોમવારે મોડી રાતે ધરાશાયી

2025-06-17 16:05:34
રસ્તા પરનું મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર સોમવારે મોડી રાતે ધરાશાયી


વડોદરા : શહેરમાં એક તરફ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે ચોમાસાના પ્રારંભે જ વડોદરા શહેરના મહાવીર હોલ ચાર રસ્તાથી કિશનવાડી જવાના રસ્તા પરનું મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર સોમવારે મોડી રાતે ધરાશાયી થયું હતું. 




ધડાકા સાથે ટ્રાન્ફોર્મર જમીન પર પડતા આસપાસની સોસાયટીઓમાં આખી રાત વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોડી રાતે આ ઘટના બની હોવાથી જાનહાની થતા અટકી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે ટ્રાન્સફોર્મર ફરી ઉભુ કરવા માટે વીજ કંપનીની ટીમો કામે લાગી છે. જોકે વીજ પુરવઠો શરુ થતા હજી કેટલાક કલાકો લાગશે.


એમજીવીસીએલના અધિકારીએ કહ્યું હતું કે જે જગ્યાએ ટ્રાન્સફોર્મર ઉભુ કરવામાં આવ્યું હતું તેની નજીકથી ગટર લાઈન પસાર થાય છે. જેના કારણે જમીનનું અંદરથી ધોવાણ થવાથી ટ્રાન્સફોર્મરના થાંભલાના પાયા નબળા પડી ગયા હોવાની શક્યતા છે. ઉપરાંત આસપાસ નાંખવામાં આવતા કચરાના કારણે અહીંયા મોટાપાયે ઉંદરો આવતા હોય છે. તેમણે પણ જમીનમાં પોલાણ કર્યું છે. આ કારણે પણ પાયા નબળા પડયા હોવાનું લાગે છે.

Reporter: admin

Related Post