રાજસ્થભ સોસાયટીમાં વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા સ્થાનિક લોકોએ કોંગ્રેસના કાઉન્સિલરને સાથે રાખી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

વડોદરા શહેરના રાજસ્થાન સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે તેવામાં વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે લોકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે ત્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર બાળુંભાઈ સુર્વેની આગેવાનીમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષનો આ સમસ્યા છે કે પાણી ભરાય છે રોડ પર જે ગાબડા પડી ગયા છે. વરસાદી લાઈન છે એનો સ્લેબ આખો તૂટી ગયો છે.

ત્રણ વખત કોર્પોરેશનના માણસો આવીને રીપેર કરી ગયા છે. માત્ર ઠીગરા મારવામાં આવ્યા છે. હમણાં રોડ બનાવવા માટે આવ્યા હતા. આ ફરી રોડ પર ગાબડા પડી ગયા છે. કામ વ્યવસ્થિત થતું નથી. હવે તો વિરોધ કરીશું ત્યારે જ કોર્પોરેશન જાગશે નાના છોકરાઓ અહિયાં રમે છે. વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. આ મોટા ગાબડાની અંદર કોઈ પડી જશે અને જાનહાની થશે તો એનો જવાબદાર કોણ કેટલી વખત આ ખાડાના લીધે લોકો સ્લીપ ખાઈને પડી ગયા છે, અમારી માંગ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવો જોઈએ.



Reporter: admin