News Portal...

Breaking News :

સુરત કિમ સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો

2024-12-24 18:28:46
સુરત કિમ સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો


સુરત : કિમ સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. 


મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ગત મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી.પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો. એન્જીન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે. જોકે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાની કારણે મોટી દુર્ઘટના ટળી છે.

Reporter: admin

Related Post