News Portal...

Breaking News :

રણજી ટ્રોફીની સૌથી મોટીપાર્ટનરશિપપાર્ટનરશિપમાં 448 બોલમાં કુલ 606 રનનોંધાયા

2024-11-15 00:17:14
રણજી ટ્રોફીની સૌથી મોટીપાર્ટનરશિપપાર્ટનરશિપમાં 448 બોલમાં કુલ 606 રનનોંધાયા



મુંબઈ : રણજી ટ્રોફીની સૌથી મોટી પાર્ટનરશિપમાં ગોવાની પ્રથમ ઈનિંગમાં 727/2ના શાનદાર સ્કોર સુધી પહોંચ્યા હતા.આના પરિણામે અરુણાચલ પ્રદેશ પર 643 રનની વિશાળ લીડ મળી છે.
 ગોવાના સ્નેહલ કૌથાનકર અને કશ્યપ બાકલે ત્રેવડી સદી ફટકારી અને રણજી ટ્રોફીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી નોંધાવી. અરુણાચલ પ્રદેશના ખિલાડી રણજી ટ્રોપી પ્લેટ ગ્રુપ મેચમાં રમતી વખતે કૌથાનકરે 215 બોલમાં 314 અને બાકલેએ 269 બોલમાં 300 રન કરીને પાર્ટનરશિપમાં 448 બોલમાં કુલ 606 રન કર્યાં હોવાથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ બુક નોંધાયો છે.



જે તેની પ્રથમ ઈનિંગમાં 84 રનમાં આઉટ થઈ ગઈ હતી. જ્યારે કૌથાનકરે માત્ર 215 બોલમાં 314 રન બનાવ્યાં હતા, તેમની ઈનિંગમાં 43 ચૌકા અને ચાર છગ્ગા માર્યા હતા. જ્યારે ગયા અઠવાડિયે મિઝોરમ સામેના તેના અગાઉના શ્રેષ્ઠ 250 રનને પાર કર્યો હતો.તેની ત્રેવડી સદી 205 બોલમાં પૂરી થઈ હતી, જેનાથી તે માત્ર હૈદરાબાદના તન્મય અગ્રવાલને પાછળ છોડી દીધા હતા, જેના ગત સિઝનમાં 147 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.



બીજી તરફ, બાકલેએ 269 બોલમાં તેની ત્રેવડી સદી પૂરી કરી, જે ભારતીય દ્વારા ત્રીજી સૌથી ઝડપી ફર્સ્ટ ક્લાસ ત્રેવડી સદી છે. તેની ઈનિંગ્સમાં 39 ચૌકા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે અને તેણે ભાગીદારીમાં મજબૂત ભૂમિકા નીભાવી, જેનો અરુણાચલના બોલરો પાસે કોઈ જવાબ નહોતો.

Reporter: admin

Related Post