મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પ કૌભાંડથી હાહાકાર મચ્યો છે. આમાં સ્ટેમ્પ ખરીદનારાઓ પણ બરાબરના ફસાયા છે. આ મામલામાં અત્યાર સુધીમાં 997 કેસ નોંધાયા છે, જેમાં રજિસ્ટ્રી વિભાગે નોટિસો પણ મોકલી છે. આ કૌભાંડમાં સ્ટેમ્પ એડવોકેટ વિશાલ વર્માનું નામ સામે આવ્યું છે અને તેને આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યો છે. અનેક લોકોએ વિશાલ પાસેથી સ્ટેમ્પ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.
સ્ટેમ્પ ખરીદનારાઓ વિરુદ્ધ કાર્યવાહી
કૌભાંડનો ખુલાસો થયા બાદ રજિસ્ટ્રી વિભાગે સ્ટેમ્પ ખરીદનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રિકવરીની કામગીરીમાં લાગી ગયું છે. તો બીજીતરફ ખરીદનારાઓનું કહેવું છે કે, અમે પોતે જ છેતરપિંડીનો શિકાર થયા છીએ. અમે તે સમયે એડવોકેટ પર વિશ્વાસ રાખીને સ્ટેમ્પ ખરીદ્યા હતા અને રજિસ્ટ્રી વિભાગના અધિકારીઓએ તેને મંજૂરી પણ આપી દીધી હતી. જોકે હવે તપાસ કરવામાં આવી, તો તમામ સ્ટેમ્પ નકલી હોવાનું સામે આવ્યું છે.
કૌભાંડનો શિકાર થયેલા પીડિતોએ આરોપી એડવોકેટ વકીલ વિશાલ શર્મા વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય કે,સ્ટેમ્પ પેપર કૌભાંડ, જેને તેલગી કૌભાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક નાણાકીય કૌભાંડ હતું જે 1992 માં શરૂ થયું હતું અને 2003 માં પ્રકાશમાં આવ્યું હતું. આ કૌભાંડમાં એક અત્યાધુનિક નકલી સ્ટેમ્પ પેપર રેકેટ સામેલ હતું જે ભારતના ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું અને તેનું મૂલ્ય રૂ. 30,000 કરોડથી વધુ હતું. તેના કારણે કૌભાંડ પાછળના મુખ્ય સૂત્રધાર અબ્દુલ કરીમ તેલગીને દોષિત ઠેરવવામાં આવ્યો.
2020 વેબ સિરીઝ સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી ની સફળતા બાદ, સોની LIV એ સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરીનું ટ્રેલર 4 ઓગસ્ટે રિલીઝ કર્યું હતું. આ વખતે, સિરીઝ અબ્દુલ કરીમ દ્વારા આચરવામાં આવેલ હાઇ-પ્રોફાઇલ નાણાકીય છે.
Reporter: admin