દર વર્ષે ૧૪ નવેમ્બર બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળ દિનની ઉજવણી નિમિત્તે ડોન બોસ્કો સ્નેહાલય સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ, વડોદરા ખાતે બાળ ૨૪મા મેળાનું Family where I belong ની થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાળ મેળામાં વડોદરા જિલ્લાના જુદા જુદા બાળ સંભાળ ગૃહો, શાળાના તથા સ્લમ વિસ્તારના ૧૨૦૦ જેટલા બાળકો, વાલી અને શિક્ષકોએ ભાગ લીધો હતો. બાળ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો જેવાકે ડાન્સ, સોંગ, ટેલેન્ટ શો, બોકવા તથા ૨૦ જેટલા જુદી જુદી રમતોના સ્ટોલ મુકવામાં ઉભા કરવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદી, મેકવાન, સભ્ય ભારતી બેન બારોટ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિતકુમાર વસાવા તથા બાળ સંભાળ ગૃહોના અધિક્ષકો, પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસરો, ડોન બોસ્કો સ્નેહાલયના ફાધર બાપ્તિસ મોન્ટેરીયો હાજર રહ્યા હતા.વધુમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા વડોદરા શહેરમાં જુદા જુદા સ્થળે બાળકો અને વાલીઓ સાથે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ છે.
Reporter: admin