ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 14 મી નવેમ્બર "વિશ્વ ડાયાબિટીસ દિવસ" નિમિત્તે સમગ્ર રાજ્યમાં 45 સ્થળે "યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત"ના 15 દિવસીય અભિયાનનો પ્રારંભ "યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત" કાર્યક્રમ અંતર્ગત વડોદરામાં જાયન્ટ્સ હોલ આજવા રોડ, બીએપીએસ આયુ. હોસ્પિટલ અટલાદરા અને જ્ઞાન યજ્ઞ વિદ્યા મંદિર, પાદરા જેવા ત્રણ સ્થળે શિબિરનો શુભારંભ થયો હતો.
આ શિબિરોમાં 300 થી વધુ લોકોએ નોંધણી કરાવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના પ્રારંભે અને છેલ્લા દિવસે ડાયાબિટીસ ચેક અપનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગથી ડાયાબિટીસ નિવારણ કાર્યક્રમનું રિસર્ચ ડેટા તૈયાર થશે જે ડાયાબિટીસને નાથવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઇન્દ્રપુરી, આરોગ્ય ભારતી, ભારત વિકાસ પરિષદ, બીએપીએસ અને ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓ તરફથી ડો. હિતેન્દ્રભાઈ પટેલ પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન વીએમસી, ગીરીશભાઈ, જીગરભાઈ, અજીતભાઈ, નયનભાઈ પંડ્યા અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ઝોન કોર્ડીનેટર રાજેશભાઈ પંચાલના માર્ગદર્શનમાં સ્થાનિક કોર્ડીનેટર સુનિલભાઈ પટેલ, મીનાક્ષીબેન પરમાર, ઇન્દ્રજીતસિંહ પરમાર, શીબા મનોજ, રિશીકા વાંજાની દ્વારા યોગ કોચ - ટ્રેનરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉપાડી છે.
Reporter: admin