સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસવડાની હાજરીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો
સાવલીના મંજુસર પોલીસ મથક ની હદમાં આવતા ગામોમાં વિવિધ ગુનાખોરીના બનાવો પોલીસ મથકે નોંધાય છે જેમાં મુખ્યત્વે મોબાઇલ તેમજ વાહનો અને ચોરીનો સામાન ના બનાવો સામાન્ય રીતે નોંધાય છે જેને પરત મેળવવા માટે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે તે હાલાકી દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા નવતર અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ યોજનાનું નામ તેરા તુજકો અર્પણ નામની યોજના હાલ અમલમાં છે જેના ભાગરૂપે મંજુસર પોલીસ મથકે જિલ્લા પોલીસવડા રોહન આનંદ નાયબ પોલીસવડા બલદેવ ચૌધરી અને પીઆઇ વિક્રમસિંહ ટાંક ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો
જેમાં વિવિધ અરજદારોને બાઇક મોબાઈલ તેમજ બી એસ એન એલ કચેરીની બેટરી કોમ્પ્યુટર સેટ સહિતની ચીજો જિલ્લા પોલીસ વડા ના હસ્તે પરત કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસવડા એ રથયાત્રા ની જેમ મોહરમ નો પર્વપણ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરી હતી સાથે સાથે ત્રણ વાતો પ્રજાની અને ત્રણ વાતો પોલીસની યોજના અંતર્ગત હાજરજનોના સૂચનો લેવાયા હતા અને ખાસ કરીને વ્યાજખોરો અને સાઇબર ક્રાઇમ જેવા ગુનાઓ માટે સમજ પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં તાલુકાજનો હાજર રહ્યા હતા જ્યારે જિલ્લા પોલીસવડા ના હસ્તે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સૌને કોમી એખલાસ અને ભાઈચારાથી રહેવા માટે અને સૌ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણ માં ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી
Reporter: admin