વડોદરા : રાજ્યમાં અંધશ્રદ્ધાનાં બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક બનાવ ભરૂચ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. અહી કલાદરા ગામની મહિલાએ દરગાહમાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સ્થાનિક પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો.
મહિલાએ મૂક્યો ડાકણનો આરોપ
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની જેલીબેન ભગુભાઈ આહીર નામની મહિલા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં આવેલી કોઠવા દરગાહની નિયમિત મુલાકાત લેતા હતા. અહી તેમમે સવારી આવે છે તેમ કહી પોતે ધૂણતા હતા અને તે સમયે બેફામ બોલતા હતા. હાલમાં જ તેમણે એક દિવસ ધૂણીને પોતાના જ કુટુંબની બે મહિલાઓને ડાકણ અને મેલીવિદ્યા જાણતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
ત્યારબાદ કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ આ અંગે વિજ્ઞાન જાથાને આ અંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારા કટુંબનનાં જેલીબેન પરિવાર કીમ પાસેની દરગાહમાં નિયમિત ગુરુવાર ભરવા જાય છે, ત્યાં તેમને સવારી આવતા મારા મમ્મી જશુબેન ઉર્ફે જશીબેન ડાકણ છે અને દેવીબેન મેલીવિદ્યા જાણે છે તેવા આરોપ મૂક્યા હતા. વળી તેમણે આરોપ કરતાં કહ્યું હતું કે રાત્રિના બંને બિલાડી, ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે. જેના લીધે સમાજમાં બહિષ્કૃત કરવા માટે આ પગલું ભર્યું હોવાનો આરોપ કર્યો હતો. ડાકણનો આરોપમાંથી છુટકારો મેળવવા જાથાની મદદ માંગી હતી.
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, “કોઠવા દરગાહ વળગાડ મુક્તિ ખૂબ જ પ્રખ્યાત હોવાનું કહેવાય છે. દર ગુરુવારે અહી માણસના શરીરમાં હાવી થઈ ગયેલા ભૂત, વળગાડ વગેરેને દૂર કરવા માટે મોટી ભીડ એકઠી થાય છે.
Reporter: admin