વડોદરા તાલુકામાં અતિભારે વરસાદ અને વિનાશક પુરના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે તેનુ યોગ્ય વળતર આપવા રજુઆત કરવામાં આવી છે.
તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં અતિમાં વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે, ૨૬,૨૭,૨૮ના રોજ વડોદરા તાલુકામાં થયેલ ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીલ બની છે, ખાસ કરીને આજવા સરોવરનું પાણી આવાથી વિનાશક પુરના કારણે વડોદરા તાલુકાના ભુખી કાશના તથા કિનારાના વિસ્તારના તમામ ગામોના ખેડૂતો તથા બાકી રહેલ ગામોના તળાવો ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ભરાય જવાથી (સમજો કે આખો તાલુકો પાણીમાં હોવાથી) ની હજારો હેક્ટર જમીનમાં ઊભા પાક જેવા કે (બાગાયતી પાક) કેળ, પૈપયા તથા અન્ય (શાકભાજી) દૂધી, ગલકા, કારેલા, કુલેવાર, રીંગણ, કાકડી તથા અન્ય પાક તુવેર, કપાસ એવા અનેક પાકોમાં ખેતીને ઘણું નુકશાન થવા પામેલ છે.
શાકભાજી અને બાગાયતી પાકોનુ હબ ગણાતું વડોદરા તાલુકાના ખેડૂતોના ખેતરોમાં સતત પાંચ દિવસ કરતાં વધુ પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે, તેમજ કેટલીક જમીનોનું ધોવાણ થઈ ગયેલ છે, (૪ થી ૮ ફુટ સુધી પાણી ભરાયા હતા.)આ મોઘવારીના સમયમાં સરકાર દ્વારા જે ધારાધોરાણ મુજબ વળતર આપવામાં આવે છે તે ખુબજ ઓછુ છે, તો સરકાર ને ભારતીય કિસાન સંઘની નમ્ર અરજ છે કે તેને વધારીને યોગ્ય વળતર આપો.ખાસ સરકારને જણાવવાનું કે મોટા ભાગે ખેડૂતોના ખાતા સંયુક્ત છે, અને કુટુંબના વ્યકિતઓ અલગ રહે છે. (ધારો કે ૧૦ હેક્ટર જમીન છે અને પાંચ હિસ્સેદાર છે, તો એક વ્યક્તિ પાસે ૨ હેક્ટર જમીન આવે, પરંતુ ખાતુ સંયુક્ત હોવાના કારણે ખેડૂતને ૨ હેક્ટરની મર્યાદાના કારણે વળતરથી વંચીત રહે છે) તો આ બાબતે પણ સરકાર નોંધ લે તેવી અમારી ભારતીય કિસાન સંઘની ન્રમ અરજ છે.સરકાર દ્વારા સમગ્ર તાલુકામાં સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકશાનનું યોગ્ય વળતર મળે તે દિશામાં ખુબજ ઝડપથી કાર્યવાહી કરવા અને આપને ભારતીય કિસાન સંઘ વડોદરા તાલુકાના ખેડૂતો વતી અમો આપને વિનંતી કરીએ છીએ.
Reporter: admin