News Portal...

Breaking News :

સુખધામ હવેલી ખાતે વાકપતિ ફાઉન્ડેશનના સહયોગથી ચામડીના રોગોનો નિદાન કેમ્પ યોજાયો

2024-07-22 15:42:21
સુખધામ હવેલી ખાતે વાકપતિ ફાઉન્ડેશનના સહયોગથી ચામડીના રોગોનો નિદાન કેમ્પ યોજાયો


તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવોના સરકાર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના વાકપતિ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાપીઠના નેજા હેઠળ શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક ,આરોગ્ય લક્ષી ,અન્નક્ષેત્ર, અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે 


જે અંતર્ગત જટિલ ચામડીના રોગોના નિવારણ માટે સુખધામ હવેલી ખાતે ડોક્ટર અનિષ અરોરા ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા ચેહરાનું વિશ્લેષણ અને ડોક્ટર હેમાદ્રી પોપટ દ્વારા યુ.એસ.એફ.ડી.એ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજી થી દર્દીઓને ચામડીના ખરજવું ,‌ધાધર કોઢ,વાડ ઉતારવા ખીલ ,સફેદ ડાઘ ચામડી કાળી પડી જવી વિગેરે ચામડીને લગતા રોગોનો નિદાન કરવામાં આવ્યું હતું 


અને રોગના નિવારણ માટે સચોટ નિદાન કરી ઉપચાર અને સલાહ અને માર્ગદર્શન ડોક્ટર ટીમ અને તેના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું આમ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્ય લક્ષી સેવાઓ માનવીના જીવન માટે  કાંટાળો તાજ બની રહ્યો છે, ત્યારે પૂજ્યના આશીર્વાદથી અવારનવાર મેડિકલ ને લગતા કેમ્પ હવેલીમાં યોજાઈ રહ્યા છે. જે સકલ વૈષ્ણવ સૃષ્ટિ  અન્ય સમાજના દર્દીઓ માટે આશીર્વાદ સમાન જોવા મળી રહ્યા છે.

Reporter: admin

Related Post