ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા યુનિટ તથા મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક દ્વારા શનિવારે 24મી મેની રાત્રે અકોટા સ્ટેડિયમ ખાતે બોલિવુડની જાણીતી સિંગર પલક મુછ્છલ તથા તેમના ભાઇ પલાશ મુછ્છલની મ્યુઝિક કન્સર્ટ યોજવામાં આવી હતી.

જેના અવાજમાં જાદુ છે અને મ્યુઝિક લવર્સને દિવાના બનાવી દે છે તેવી પલક મછ્છલને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો અકોટા સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા. પલક મુછ્છલ અને તેમના ભાઇ પલાશ મુછ્છલના મધુર અવાજને લોકોએ માણ્યો હતો. પલક મુછ્છલે અનેક બોલિવુડ ફિલ્મોમાં સુપરહિટ સોંગ્સ ગાયેલા છે .

એક થા ટાઇગર, આશીકી-2, કિક સહિતની ઘણી ફિલ્મોના તેમણે ગાયેલા ગીતો હજું પણ સંગીતપ્રેમીઓને દિવાના બનાવી દે છે. વડોદરાના કાર્યક્રમમાં પણ તેમણે ધૂમ મચાવી હતી જેથી સંગીતપ્રેમી વડોદરાવાસીઓ પણ ખુશ થઇ ગયા હતા.



Reporter:







