જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયેટ) વડોદરાના પ્રાચાર્ય દીપકકુમાર બવીસ્કર અને બી.એડ. કોલેજના એચ.ઓ.ડી.ડૉ. સંજય કે. શાહ દ્વારા બી.એડ.ના તાલીમાર્થીઓ માટે વિશ્વ વસ્તી શિક્ષણ સંદર્ભે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં વસતિ વૃદ્ધિ અને વિકાસ, શહેરીકરણ અને માઈગ્રેશન, વસતિ ગતિશીલતા, જાતીય સમાનતા, સ્વાસ્થ્ય અને સુખાકારી, સ્વાસ્થ્યપ્રદ જીવન શૈલી, મૂલ્યો અને નાગરિકતા તથા એકવીસમી સદીના જીવન કૌશલ્યો જેવા વિષયો પર તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વસ્તી શિક્ષણ સંદર્ભે તાલીમાર્થીઓ સ્કૂલ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ કરાવવા માટે જાગૃતિ ઝુંબેશ/ અભિયાન - સરકારો, એનજીઓ અને સામુદાયિક સંસ્થાઓ જાગૃતિ અભિયાન ચલાવે છે, જેમાં વસ્તીના વલણો, કુટુંબ નિયોજન, પ્રજનન સ્વાસ્થ્ય અને સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યો વિશે લોકોને શિક્ષિત કરવા પર ભાર મૂકવા માટે જણાવ્યું હતું.
તજજ્ઞ ડૉ. ચંદ્રિક રાજદીપે પોતાના વક્તવ્ય દરમ્યાન જણાવ્યું હતું કે યુવાનોને વસ્તીના મુદ્દાઓને લગતી ચર્ચાઓ અને પ્રવૃત્તિઓમાં જોડવા માટે યુવા સંલગ્નતા-યુવા મંચો, શૈક્ષણિક કાર્યશાળાઓ અને ઝુંબેશનું આયોજન કરવું જોઈએ. આ સાથે સામુદાયિક ગતિશીલતા - સ્થાનિક સમુદાયો પર્યાવરણીય ટકાઉપણું અને જવાબદાર વપરાશ પેટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરીને રેલીઓ, કૂચ અને સમુદાય સ્વચ્છતા અભિયાનનું આયોજન પણ કરવામાં માટે અપીલ કરી હતી.તદુપરાંત તજજ્ઞ ડૉ. ચંદ્રિક રાજદીપે કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ, અન્ડરસેવ્ડ સમુદાયોમાં આરોગ્ય શિબિરો અને સેવાઓ, પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓ, કુટુંબ નિયોજન પરામર્શ અને માતાની આરોગ્ય જેવા વિષયો પર વિશાળ ચર્ચા સહિત સંવાદ સાધ્યો હતો તેમ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યની અખબાર યાદીમાં જણાવાયું હતું.
Reporter: admin