News Portal...

Breaking News :

વડોદરામાં મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત રીતે ગણેશજીની સ્થાપના

2024-09-07 10:37:01
વડોદરામાં મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત રીતે ગણેશજીની સ્થાપના


વડોદરા : વર્ષ 2024માં 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. 


આ દરમિયાન બાપ્પાને ઘરે લાવી ઘરમાં બેસાડવામાં આવે છે. આજે અમદાવાદી પોળ ખાતે વિકાસ ઘોળકર ના નિવાસસ્થાને વિધિ વિધાનથી બાપાની સ્થાપના કરવામાં આવી છે.ગણેશ ચતુર્થી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ગણેશના અવતારની ઉજવણી કરે છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર તરીકે પૂજવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી તમામ અવરોધો દૂર થાય છે. 


આજથી 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે આગામી અગિયાર દિવસ સુધી ચાલશે.ગણેશ ચતુર્થી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ કેટલાક રાજ્યોમાં તે ખાસ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ગુજરાતમાં, ગણેશ ચતુર્થી ખાસ કરીને વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સંસ્કારી નગરીનું વાતાવરણ કંઈક અલગ જોવા મળે છે. અહીં, ગણેશ પંડાલોને વિવિધ થીમથી શણગારવામાં આવ્યા છે, અને ઘરોમાં પણ વિવિધ પ્રકારના થીમ, ડેકોરેશન, શણગાર, આકર્ષિત આભૂષણો અને ખાસ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.

Reporter: admin

Related Post