તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, UNICEF, પોલીસ વિભાગ તેમજ આર. ટી. ઓ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ.મનીષ રાવલ, NSS પ્રોગ્રામ કોર્ડીનેટર ડો.રણછોડ રાઠવી પોલીસ ઇન્સ્પેકટર વી. એન.ચૌધરી, આર.ટી.ઓ.ઇન્સ્પેકટર રાજેન્દ્ર રાઠવા, રોડ સેફ્ટી ઓથોરિટીનાં એચ.એ.ડાભી તેમજ UNICEF નાં કન્સલટન્ટ ડૉ.પુજા દવે ઉપસ્થિત રહેલ. જેમાં યુનિવર્સિટી તેમજ ITIનાં આશરે ૫૦૦ વિદ્યાર્થીને સેફ ડ્રાઈવિંગ તેમજ માર્ગ સલામતીની સામાન્ય સમજ વિષે જાણકારી આપેલ છે.


Reporter: admin







