જૈનો ના વડોદરા ખાતેના સૌથી મોટા ગ્રુપ તરીકે ખ્યાતિ મેળવનાર જૈન પ્રગતિ સેન્ટર,બનીયનસીટીનો આજે ૧૬ વર્ષ પુર્ણ કરી ૧૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એમ પુર્વ પ્રમુખ દીપકભાઈ દોશીએ જણાવ્યું હતું.

દરમિયાનમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ નાણાવટી એ જણાવ્યું હતું કે આજે સંસ્થાના સભ્યોને રાષ્ટ્રીય એકતાના થીમ પર દેશના જુદા જુદા રાજ્યોના પહેરવેશ પરિધાન કરી આવતા ભારે આકર્ષણ જમાવ્યું હતું.જુદા જુદાં કપલ પંજાબી,મરાઠી, સાઉથ ઈન્ડિયન,આસામી, કાશ્મીરી વેશ પરિધાન કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.અને અવનવાં વેશભુષા માં પધારનાર કપલ ને નિર્ણાયક મંડળ દ્વારા પસંદગી પામેલા કપલને ઈનામ આપવામાં આવ્યા હતા.

આજે યોજાયેલા કાર્યક્રમમાં ૨૦૨૫-૨૬ એમ બે વર્ષ માટે નવા પ્રમુખ તરીકે હાર્દિક ગાંધી, ઉપપ્રમુખ પ્રણવ શાહ, મંત્રી પ્રણવ નાણાવટી, ખજાનચી વિજય શાહ અને કમિટી મેમ્બર રૂષભ પાનપરીયા સહિત ના નામોની ઘોષણા અને શપથ ફાઉન્ડર પ્રેસિડેન્ટ જયકાત શાહે લેવડાવી હતી.નવા વરાયેલા પ્રમુખ હાર્દિક ગાંધી એ જણાવ્યું હતું કે અમારી સમગ્ર ટીમ દ્વારા જૈન યુવાનો માટે નવિન કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમ જણાવ્યું હતું.આજના કાર્યક્રમમાં VCCI ના અમિત શાહ, યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, JITO ના ચેરમેન પોખરાજજી દોશી, સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, તેરાપંથ સમાજના મુકેશ બડોલા, કારેલીબાગ જૈન સંઘ ના ટ્રસ્ટી અજય લાલી , રાજસ્થાન જૈન સમાજ ના માંગીલાલ ભંડારી તથા જીતુભાઈ ઝાબક,શ્રવણ જૈન સહિત ના જૈન અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.





Reporter: admin