વિશ્વામત્રી નદીમાં આવેલા ભયાનક પૂરના પાણી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસી જવાના કારણે સર્જાયેલી આપત્તિના સમયે અનેક ઉદ્દાત લોકો સેવા કાર્યમાં જોડાયા છે.
આવા કપરા સમયે વડોદરા શહેરની હોપ્સ ફેમેલી નામક એક રેસ્ટોરન્ટે વ્યવસાય કરતા સેવાને વધુ મહત્વ આપી તેના રસોડાના દરવાજા આપત્તિગ્રસ્તો માટે ખોલી નાખ્યા છે. હોપ્સ ફેમેલીના સ્ટેફી અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરમાં આવેલી આવી કપરી સ્થિતિમાં અમે નાગરિકધર્મ સમજીને પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સેવા શરૂ કરી છે.
અત્યાર સુધી અમારા રેસ્ટોરન્ટ સુધી આવી ગ્રાહકો આવીને જમતા હતા અને તે પણ બીલ આપીને ! હવે અમે નાગરિકો સુધી જઇને વિના મૂલ્યે ભોજન પીરસીએ છીએ. તેમણે કહ્યું કે, તા. ૨૮ના રોજ ભાયલી, અકોટા, દિવાળીપૂરા જેવા વિસ્તારોમાં ટ્રેક્ટર લઇને ફર્યા હતા અને ૧૨૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. સાથે પાણીની બોટલ પણ આપીએ છે. આવા સંજોગોમાં માણસ જ માણસને કામ આવે છે. હજું પણ અમે આ સેવા શરૂ રાખવાના છીએ.
Reporter: admin