લોકસભાની ચૂંટણીઓ અંતિમ તબક્કામાં પ્રવેશી છે.મોટેભાગે ચુંટણી આચાર સંહિતા અમલમાં હોય ત્યારે સરકાર દ્વારા કોઈ મોટા,મહત્વના અને વ્યાપક જન સમુદાયના જીવન પર અસર કરનારા નિર્ણયો લેવાનું ટાળવામાં આવે છે.
પરંતુ ઘણી એવી બાબતો હોય જે લોકોના જીવનની સુરક્ષા સાથે જોડાયેલી હોય.એવી બાબતોમાં આચાર સંહિતા અમલમાં હોય ત્યારે યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો એની ઠરાવેલી કાર્ય પધ્ધતિ છે.
એટલે કેન્દ્ર સરકારની nppa એટલે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી એ ૪૧ જેટલી જીવન રક્ષક દવાઓ અને ૬ જેટલા દ્વાવણો ના ભાવોમાં ધરખમ ઘટાડો જાહેર કર્યો છે.તેના લીધે હવે એ દવાઓ અગાઉની સરખામણીમાં અર્ધા કે તેનાથી પણ ઓછા ભાવે મળતી થશે.
આ ખૂબ મોટા રાહતના સમાચાર છે અને તેના માટે કેન્દ્રીય તંત્રમાં જેમણે આ પગલું લીધું એ બધા જ અભિનંદનના અધિકારી છે.
આ નિર્ણયથી રાજરોગ ગણાતા ડાયાબિટીસ,હૃદય રોગો,તણાવ વિષયક અને કિડની જેવા રોગોની સારવાર માટે વપરાતી દવાઓ ના ભાવો ઘટવા થી દર્દીઓ હાશ ની લાગણી અનુભવશે.કારણ કે આ દવાઓ લગભગ કાયમ લેવી પડે છે અને રોગીઓની આવકનો મોટો હિસ્સો તેની પાછળ વપરાઈ જાય છે.
ફાર્મા વિભાગે આ ભાવ ઘટાડાને લગતું જાહેરનામું બહાર પાડીને તેને અમલી બનાવ્યું છે.
હવે ફાર્મા વિભાગ અને રાજ્યોના ખોરાક અને ઔષધ નિયમન તંત્રો એ આ ભાવ ઘટાડા નો ખરેખરો લાભ દર્દીઓને મળે,તેમનો ખર્ચ ઘટવાની અનુભૂતિ થાય તે માટે દવા ઉત્પાદકો અને વિતરકોને સાથે રાખીને અસરકારક વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
પ્રત્યેક મેડિકલ સ્ટોરને આ ૪૧ દવાઓનો અગાઉનો ભાવ અને નવી કિંમતો તથા ઘટાડા થી થનારા લાભનું કોષ્ટક પોતાની દવા દુકાનો માં મુકવા માટે સમજાવી શકાય.
વાતનું તાત્પર્ય એ છે કે દર્દીઓ ને ખરેખર ભાવ ઘટયા છે અને ઘટાડેલા ભાવે હવે એ જ દવાઓ મળે છે એની અનુભૂતિ કરાવવાનો છે. એ થશે ત્યારે જ દર્દી સાચી રાહત અનુભવશે.
તેની સાથે સસ્તી અને અસરકારક તેમજ મોંઘી દવાઓના વિકલ્પ જેવી સસ્તી જેનરીક દવાઓ ની તબીબો ફરજ તરીકે ભલામણ કરે,સસ્તા અને મોંઘા બંબે વિકલ્પ દર્દીઓ ને આપે એવી વ્યવસ્થા કરવાની પણ જરૂર છે..જોઈએ આ દિશામાં તંત્ર કેટલી અને કેટલી અસરકારક વ્યવસ્થા કરે છે..
Reporter: News Plus







