આજવા રોડ પર આવેલી તેર જેટલી સોસાયટીઓમાં ગંદા પાણીની સમસ્યા સર્જાતા મનપા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીના નિર્દેશ થી કોર્પોરેશન ની ટીમો એ યુદ્ધના ધોરણે ફોલ્ટ શોધી સમસ્યાના નિવારણ માટે ઝડપી કામગીરી હાથ ધરી છે.
આ કામગીરી દરમિયાન મુખ્ય લાઈન પર મળેલા ફોલ્ટની સુધારણા કરવાની સાથે જો પાઇપ લાઈનમાં વધુ કોઈ ફોલ્ટ હોય તો તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે .
આ અંગે મનપા સ્થાયી સમિતિ ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રી જણાવે છે કે આજવા રોડ ખોડીયાર નગરની પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે વોર્ડ નંબર ચારમાં રુદ્રાક્ષ સોસાયટી, સાંઈનાથ સોસાયટી, લક્ષ્મી નગર, અયોધ્યા નગર, નરસિંહ ધામ વિભાગ ૨, સિદ્ધાર્થ સોસાયટી રણછોડ પાર્ક સોસાયટી, ન્યાલકરણ ફ્લેટ, બીલીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર છ માં વલ્લભ બંગ્લોઝ, ચંચળબા પાર્ક સોસાયટી, પારસમણી કોમ્પલેક્ષ, નરસીહધામ સોસાયટી વિભાગ 4 માં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી.
તે ધ્યાને આવતા મનપા કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરીઓ કામે લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પાણીપૂરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જેમાં લક્ષ્મીનગર ની એન્ટ્રી પાસે 300 મીમી ડાયા ની મુખ્ય લાઈન પર ફોલ્ટ મળી આવ્યો છે. તદુપરાંત, બીજા ફોલ્ટ શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવી છે.આ વિસ્તારને ગંદા પાણીની આ સમસ્યા થી મુક્ત કરવા ઝડપી કાર્યવાહી થઈ રહી છે.
Reporter: News Plus