હાલોલ ખાતે આવેલી ભારતની પ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી કંપની પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દર ટી.જયસિંઘાનિના જન્મદિવસની ઉજવણી હાલોલ ખાતે આવેલા પોલીકેબ કંપનીના તમામ યુનિટમાં ભારે હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી 29 મી માર્ચના રોજ પોલીકેબ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દર ટી.જયસિંઘાનિના જન્મદિવસની ઉજવણી કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો દ્વારા મહારક્તદાન શિબિર જેવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવે છે જેમાં પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ઇન્દર ટી.જયસિંઘાનિ કે જેઓ પોતે પણ સતત લોકહિતના અને સામાજિક હિતોના કાર્યોમાં અગ્રેસર રહી સતત સેવાકીય પ્રવૃત્તિ કરી સમાજમાં સેવાની સુવાસ ફેલાવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે 29 મી માર્ચ 2025 શનિવારના રોજ મેનેજિંગ ડિરેક્ટર ઇન્દર ટી.જયસિંઘાનિના જન્મદિવસની ઉજવણી હોસ્પિટલો દવાખાનાઓમાં વિવિધ બીમારીઓના દર્દીઓને પડતી લોહીની અછતને દૂર કરવા માટેની મહારક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવી હતી જે અંતર્ગત શનિવારે હાલોલ ખાતે આવેલા પોલીકેબ કંપનીના તમામ યુનિટમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી આયોજિત મહારક્તદાન શિબિરમાં પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના તમામ યુનિટમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ અને કામદારોએ ડિરેક્ટર ઇન્દર ટી.જયસિંઘાનીને તેઓના જન્મદિવસની ભેટ આપવા રક્તદાન એ મહાદાન છે એની ભાવના સાથે વિશાળ સંખ્યામાં આગળ આવી સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા સાંજ સુધીમાં તો હાલોલ જ નહીં સમગ્ર પંચમહાલ જિલ્લાના ઇતિહાસમાં અધધ રેકોર્ડ બ્રેક કહી શકાય તેવું 1707 યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જ્યારે આજે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના હાલોલના તમામ યુનિટ સહિત દમણ ખાતે આવેલા પોલીકેબ કંપનીના વિવિધ યુનિટમાં પણ મેનેજિંગ ડિરેક્ટર ઇન્દર ટી.જયસિંઘાનીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં હાલોલ અને દમણના તમામ યુનિટોમાં યોજાયેલ મહા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં પોલીકેબ કંપનીના અધિકારીઓ,કર્મચારીઓ અને કામદારોએ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા થતાં સમગ્ર ભારત (પેન ઇન્ડિયા)ના ઇન્ડસ્ટ્રીઝ ઇતિહાસનું સૌથી મોટું રેકોર્ડ બ્રેક રક્તદાન આજે પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝનું નોંધાયુ હોવાની માહિતી મળેલ છે

જેમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે તેમજ દમણ ખાતે આવેલા પોલીકેબ કંપનીના યુનિટમાં મળી કુલ 2628 રક્તદાન યુનિટ એકત્રિત કરાયું હોવાની માહિતી મળવા પામેલ છે જેમાં 2628 યુનીટ રક્તદાન પૈકી મોટાભાગનું રક્તદાન હાલોલના તમામ યુનિટોમા થયું હતું જેમાં હાલોલના તમામ યુનિટોમાં મળી કુલ 1707 જેટલું યુનિટ રક્તદાન એકત્રિત કરાયું હોવાની માહિતી મળવા પામેલ છે

જેમાં આ મહા રક્તદાન શિબિરમાં પોલિકેબ કંપનીના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી, એજ્યુકેટીવ ડાયરેક્ટર વિજય કમાર પાંડે, તેમજ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના જોઈન્ટ વેન્ચર અને વડોદરાની ઈન્દુ બ્લડ બેન્કના ઓનર ડોક્ટર વિજય શાહ,સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંતોષકુમાર સાવંત, સીએસઆર વિભાગના હેડ નીરજ કુંદનાની તેમજ પોલીકેબ કંપનીના ડૉ.ભરત ગોરફાડે સહિત પોલીકેબ કંપનીના સીએસઆર વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ ખડે પગે હાજર રહી સૌ કોઈને રક્તદાન કરવા પ્રોત્સાહિત કરી મહા રક્તદાન શિબિરને સફળ બનાવી સૌથી વધુ રક્તદાન એકત્રિત કરવાનું રેકોર્ડ સ્થાપિત કર્યો હતો



Reporter: