News Portal...

Breaking News :

હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામેથી ગત 24મી માર્ચના રોજ ગુમ થયેલા પુરુષની લાશ ગામની સીમમાં મકાઈના ખેતરમાંથી ડી-કમ્પોઝ હાલતમાં મળી આવી

2025-03-29 19:20:37
હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામેથી ગત 24મી માર્ચના રોજ ગુમ થયેલા પુરુષની લાશ ગામની સીમમાં મકાઈના ખેતરમાંથી ડી-કમ્પોઝ હાલતમાં મળી આવી





હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામે નાનું ફળિયુંમાં રહેતા ત્રણ બાળકોના પિતા વિનોદભાઈ સામંતભાઈ સોલંકી ઉંમર વર્ષ 43 ગત તારીખ 24/03/2025 સોમવારના રોજ સવારે પોતાના ઘરેથી આવું છું તેમ કહીને નીકળ્યા હતા જે બાદ મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને વિનોદભાઈની શોધખોળ હાથ ધરી હતી જેમાં બનાવની જાણ ગ્રામજનો તેમજ વિનોદભાઈ ન મિત્ર વર્તુળને થતા પરિવારજનોની સાથે તેઓ પણ વિનોદભાઈ ની શોધખોળમાં લાગ્યા હતા જેમાં છેલ્લા પાંચ દિવસ જેટલા સમયથી વિનોદભાઈની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન  ગોવિંદપુરી ગામની સીમમાં નદી કિનારે આવેલા એક અવાવરુ મકાઈના ખેતરમાંથી આજે શુક્રવારે બપોરે 1:30 થી 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન વિનોદભાઈ સામંતભાઈ સોલંકીનો મૃતદેહ
  


ડી- કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો જેમાં બનાવની જાણ તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને કરવામાં આવતા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિનોદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો


જ્યારે બનાવ સંદર્ભે રૂરલ પોલીસે ગોવિંદપુરી ગામના રાજેન્દ્રભાઈ પ્રતાપસિંહ સોલંકીની જાહેરાતના આધારે પોલીસ ચોપડે અકસ્માત મોત (એડી) અંગેની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વિનોદભાઈ પોતાના ઘરેથી ગુમ થયા બાદ પાંચ દિવસ પછી મૃત હાલતમાં મળી આવ્યા હોવાને લઈને કયા હાલતમાં વિનાદભાઈનું મોત થયું તે અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Reporter: admin

Related Post