વડોદરા શહેર અત્યારે હોર્ડીંગ્સ સીટી બની ગયું છે. શહેરમાં દરેક ચાર રસ્તા પર અને મુખ્ય રસ્તાઓ પર તમને મોટા મોટા હોર્ડીંગ્સ જોવા મળી શકે છે.

વાર તહેવાર હોય ત્યારે તો હોર્ડીંગ્સનો રાફડો ફાટી નિકળે છે. શહેરના સયાજીબાગ અને કાલાઘોડા સર્કલ કે કોઠી ચાર રસ્તા ઉપરાંત એરપોર્ટ ચાર રસ્તા, ન્યાયમંદિર, સહિત તમામ વિસ્તારોમાં હોર્ડીંગ્સ જોવા મળે છે અને તેથી જ આ વિસ્તારોનું નવું સરનામું એટલે હોર્ડીંગ્સ બાગ, હોર્ડીંગ્સ સર્કલ અને હોર્ડીંગ્સ ચાર રસ્તા કરી દઇએ તો પણ કંઇ ખોટુ નથી. 1લી માર્ચ 2025થી શહેરનો હોર્ડીંગ્સ ફ્રી બનાવાની પાલિકાએ મોટી મોટી જાહેરાત તો કરી દીધી છે પણ તેનો અમલ થશે કે પછી વાહવાહી કરવા માટે જ જાહેરાત કરાઇ છે ત્યારે જોઇએ 1-3-25 ના રોજ આ બધુ નજરમા આવશે કે ખરેખર કાયદાનો અમલ થશે.

શહેરમાં ઠેર-ઠેર હોર્ડિગ્સ લગાવવામાં આવે છે. ઐતિહાસિક ઇમારતો ઉપર અને તેની આસપાસ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવે છે. ચોમાસામાં ભારે પવન ફૂંકાય ત્યારે હોર્ડીગ્સ પડવાની ઘટનાઓ બને છે. જેના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. એથી વધારે વડોદરાની સુંદરતા પર પણ અસર કરે છેવાર-તહેવારે, સામાજિક પ્રસંગોએ સાંસદ, ધારાસભ્યો, નેતાઓ, કાઉન્સિલરો અને સામાજિક કાર્યકરો અને ખુદ પાલિકા જ હોર્ડિંગ્સ લગાવે છે. ઐતિહાસિક ઇમારતો અને ચાર રસ્તા પર પણ બેરોકટોક હોર્ડિંગ લગાવાય છે. જેને રોકવા ઠરાવ કર્યો છે. 1 માર્ચથી હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવાશે. જો કે, જો કોઇ મોટા રાજકીય આગેવાન વડોદરાની મુલાકાત લે અને તેઓને આવકારવા માટે હોર્ડીગ્સ લગાવવા હોય તો હોર્ડિંગસ લગાવવા પર પરવાનગી મળશે.. નોંધનીય છે કે, ચોમાસા દરમિયાન હોર્ડીગ્સ પડવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આગામી તા. 1 માર્ચથી વડોદરા શહેર હોર્ડીગ્સ ફ્રી થઇ જશે. તેવો અત્યારે ઠરાવતો કરવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણય પર વડોદરા મહાનગર પાલિકા કેટલું કાઠું કાઢે છે. તે જોવું રહ્યું.

Reporter: admin







