News Portal...

Breaking News :

શહેરમાં લાગેલા 2 હજાર ગેરકાયદેસર બોર્ડ તત્કાળ દુર કરવા માગ

2025-02-18 10:01:04
શહેરમાં લાગેલા 2 હજાર ગેરકાયદેસર બોર્ડ તત્કાળ દુર કરવા માગ


શહેરમાં ફૂટપાથ અને રસ્તાઓ પર લગાવાયેલા પરવાનગી વગરના હોર્ડીંગ્સ તથા બોર્ડને તાત્કાલિક અસરથી દુર કરવા બાબતે વડોદરા આઉટડોર એડ્વર્ટાઇઝીંગ એજન્સીસ દ્વારા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે.


મ્યુનિસિપલ કમિશનર, ડે મ્યુનિસિપલ કમિશનર વહીવટ, જમીન મિલ્કત અમલદાર કોમરશિયલ અને કોર્પોરેટરને પણ મોકલવામાં આવ્યા હતા. પત્રમાં જણાવાયું છે કે શહેરના ફૂટપાથ અને રસ્તાઓ પર લાકડાના બંબુ કે જીઇબીના થાંભલા કે તેના જેવા મટિરીયલનો ઉપયોગ કરી લગભગ 2 હજાર જેટલા બોર્ડ કાયમ લાગતા હોય છે જેના પર એક્ઝીબિશન, ટ્યુશન ક્લાસ, બાંધકામ કે મેડિકલ કેમ્પ જેવી વ્યાવસાયીક જાહેરાતો કરવામાં આવે છે. આ બોર્ડોની કોર્પોરેશનની કોઇ પરવાનગી લેવામાં કે આપવામાં આવતી નથી અને તેથી આ તમામ બોર્ડ ગેરકાયદેર છે છતાં કોર્પોરેશન તેને દુર કરતી નથી અને અમારી ખાનગી મિલકતોમાં લાગેલા કાયદેસરના બોર્ડ વેચાણ વગર ખાલી પડી રહે છે. 


રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે એક બાજુ તમે ખાનગી મિલકતમાં લાગતા જાહેરાતના બોર્ડની લાયસન્સ ફી વસુલ કરો છો અને બીજી બાજુ તમારી પોતાની જગ્યામાં લાગતા ગેરકાયદેસરના બોર્ડ કે જેનાથી તમને કોઇ આવક થતી નથી તે તમે દુર કરતા નથીજેથી આપ આવા ગેરકાયગેસરના બોર્ડ તત્કાલિક દુર કરાવવા અને ભવિષ્યમાં પાછા ના લાગે તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે. એજન્સીઓએ જણાવ્યું કે અમારા જાણવા મુજબ આવના ગેરકાયદેસરના બોર્ડ અણદાવાદ, સુરત કે રાજકોટમાં લાગતા નથી. જો તમે આ ગેરકાયદેસરની પ્રવૃત્તી ના રોકી શકતા હોવ તો ખાનગી મિલકતોમાં લાગતા જાહેરાતના બોર્ડની લાયસન્સ ફી સંપૂર્ણ રીતે રદ કરવી જોઇએ આમ પણ જીએસટી લાગુ પજ્યા થી એક જ વલસ્તુ પર બે વેરા હોવાનું અયોગ્ય જ છે.શહેરમાં ભૂતિયા હોર્ડીંગ્સનો રાફડો ફાટેલો છે...1લી માર્ચથી શહેરને હોર્ડીંગ્સ ફ્રી બનાવાનું અભિયાન શરુ કરવાનું જ્યારે પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં વિવિધ સ્થળોએ લાગેલા ભૂતિયા હોર્ડીંગ્સ લગાવનારાઓ સામે પાલિકાએ પેનલ્ટી વસુલવી જોઇએ. શહેરમાં ભૂતિયા હોર્ડીંગ્સનો રાફડો ફાટેલો છે ત્યારે પાલિકાના જે તે વિસ્તારના વોર્ડ વિભાગના અધિકારીઓ તથા  જમીન મિલકતના અધિકારીઓ શું કરી રહ્યા છે. તે સવાલ ઉભો થયો છે. જ્યારે હવે ધ્યાનમાં આવ્યું છે ત્યારે આવા ભૂતિયા હોર્ડીંગ્સ લગાવનારા સામે  કડક કાર્યવાહી કરવી જોઈએ.

Reporter: admin

Related Post