ઘણી વાર ભૂખ લાગી હોય તો જલ્દી શુ બને તે વિચારતા હોય છે. આજે આપણે ખુબ ઓછી મિનિટોમા બને તેવા નાયલોન ખમણ ની રીત જાણીશું. જે ખાવામાં સોફ્ટ હોય છે જેથી બધા ખાય શકે છે.
આ બનાવવા માટે એક બાઉલમા એક કપ પાણી લઈશું એમાં 3ચમચી ખાંડ ઉમેરીશું. પા ચમચીથી ઓછા લીંબુના ફૂલ ઉમેરીશું, પા ચમચી હિંગ, પા ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીશું. અને બધુ મિક્ષ કરી લઈશું. ખાંડ ઓગળી જાય એટલે તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું. હવે બીજા પેનમાં દોઢ કપ ચણાનો લોટ લેવો, અને તેમાં બનાવેલું પાણી થોડું થોડું ઉમેરી મિક્ષરને ફેટી લેવું. આ મિક્ષરમાં કોઈ ગાગડી નં પડે એ માટે 10 થી 12 મિનિટ ફેટી લેવું.હવે આ બેટરને 10 મિનિટ ઢાંકીને મૂકી દેવું.હવે તેમાં પા ચમચી બેકિંગ સોડા ઉમેરી મિક્ષ કરી લઈશું.
હવે એક ડબ્બામાં અંદરથી તેલ લગાવી દઈ બેટરને ડબ્બામાં રેડી દેવું. હવે આ ડબ્બા ને સ્ટીમરમા પાણી ગરમ મૂકી 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવો. ગેસ મીડીયમ આંચ પર રાખવો.10 મિનિટ પછી ખમણ ને ઠંડા થવા દેવા . હવે ખમણ માટેનુ પાણી તૈયાર કરીશું જેને માટે એક વાઘરીયામાં 2 ચમચી તેલ ગરમ કરી એક ચમચી રાય, 2 ચોપ કરેલા લીલા મરચા, અડધો કપ પાણી અને 2 ચમચી ખાંડ ઉમેરી એક ઉભરો આવવા દેવો. હવે ઠન્ડા પડેલા ખમણ ને ચપ્પા વડે પીસ કરવા અને તેમાં આ બનાવેલું ખાંડનુ પાણી પાથરી લેવું જેથી પાણી ખમણમા અંદર સુધી ઉતરે અને ખાવામાં ટેસ્ટી લાગે. આ ખમણ ખુબ ઓછી મિનિટોમાં તૈયાર થાય છે, અને ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin