વડોદરા ગ્રામ્ય પોલીસ એલસીબી શાખાએ સફેદ પાવડર ભરેલી પ્લાસ્ટીકની થેલીઓની આડમાં કન્ટેનરમાં ભરીને લઇ જવાતા 14 લાખ ઉપરાંતના બિયરના જથ્થાને ઝડપી પાડી કન્ટેનરના ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરી તપાસ આદરી હતી.

એલસીબીની ટીમને માહિતી મળી હતી કે એક કન્ટેનરમાં દારુનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા થઇને અમદાવાદ તરફ જવાનો છે જેથી પોલીસની ટીમે એકસપ્રેસ વે ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને અટકાવીને ચકાસણી કરાઇ હતી. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં સફેદ પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી, જો કે પોલીસે વધુ તપાસ કરતા સફેદ પાવડરની આડમાં છુપાવાયેલ બિયરની 511 પેટી (કિંમત 1491912 રુપિયા) મળી આવી હતી.
જેથી 12264 નંગ બિયરના ટીન જપ્ત કરીને ડ્રાઇવર સુનિલસીંગ કમલસિંગ (રહેસ જમ્મુ કાશ્મીર) તથા કાદીરખાન રહીમબક્સ ચૌહાણ (રહે, હરિયાણા)ની અટકાયત કરી બિયર તથા સફેદ વાડરની 280 થેલી મળી 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે નુહુ હોડલ રોડ પર સરપંચ ધાબા પર આ કન્ટેનર માલ ભરીને ઉભુ હતું અને તેને તોફીકખાન ચૌહાણે (રહે, હરિયાણા) ફોન કરીને આ કન્ટેનર મોરબી ખાતે પહોંચાડવાનું કહ્યું હતું. પોલીસે મોરબીમાં ક્યા શખ્સે બિયર મંગાવ્યો હતો તે સહિતના મુદ્દાની તપાસ શરુ કરી હતી.
Reporter: admin