વડોદરા : સંસ્થા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને આજે કેલનપુર પાસે આવેલા હેતમપુરા ગામ થી પ્રતાપસિંહ વાઘેલાનો ફોન આવ્યો હતો.

હેતમપુરા ગામ પાસે આંબાવાડી માં એક મોટો અજગર બતક ના પિંજરામાં આવી ગયો છે અને બતક ને ગળી ગયો છે આ ફોન આવતા ની સાથે જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને સંસ્થાના કાર્યકર જીતેન્દ્ર તડવી , સુરેશ રાઠોડ, અમિત વસાવા, વિશાલ રાઠોડ અને વડોદરાના વન વિભાગના અધિકારીને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા આઠ ફૂટનો એક મોટો અજગર બતકને ગળીને રૂમમાં બેઠો હતો. આ અજગર ને એક કલાક ની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી ને વડોદરા વન વિભાગના ખાતે લઈ જવામાં આવ્યો હતો.


Reporter:







