જૈન ધર્મ માં જપ તપ વ્રત નું ખુબ મહત્વ બતાવ્યું છે. જૈનો ને જન્મ થી જ બધા મંત્રોમાં શિરોમણી ગણાતો નવકાર મંત્ર મળી જાય છે

પરંતુ આ મંત્ર બોલવા અને અધિકરુત રીતે જાપ કરવા માટે નવકાર મંત્ર કઠિન સાધના કરી આચાર્ય ભગવંતો પાસેથી વિધિવત રીતે લેવામાં આવે છે. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.વડોદરા અલકાપુરી જૈન સંઘ ની નાની બાલિકા જિનેશ્રી તથા ડેરા પોળ જૈન સંઘનો નાનો બાળક મિત કશ્યપ શાહે બલસાણા જૈન તીર્થ ખાતે સરસ્વતી લબ્ધપ્રસાદ આચાર્ય રત્નસુંદરસુરી મહારાજ ની નિશ્રામાં ૪૭ દિવસની કઠિન ઉપધાન તપ ની આરાધના કરી હતી.જેથી પંકજભાઈ વાડીલાલ શાહ પરિવાર દ્વારા દીકરીના ઉપધાન તપના વધામણાંનો કાર્યક્રમ આજે વડોદરા મેડીકલ કોલેજ ઓડિટોરીયમ ખાતે વડોદરાના તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો

જેમાં મુંબઇ થી પારસ ભાઈ પંડિતના સંવેદનાના શબદો એ ઉપસ્થિત લોકોને ઝંઝોળી દીધા હતા. પારસભાઈ બોલતા હોય તો એવું લાગે કે જાણે જૈનાચાર્ય રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ બોલતા હોય.આજના કાર્યક્રમમાં વડોદરાના પુર્વ સાંસદ જયા ઠક્કર, અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ, સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી, રેસ કોર્ષ સંઘના જાણિતા ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા, યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, શ્રુતોપાસક ગણના તુષાર શાહ, કારેલીબાગ અનુકંપા ગ્રુપના જયેશભાઇ ગાંધી, પ્રશાંત શાહ, જયેન્દ્રભાઈ શાહ દિલેશ મહેતા JRD શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.. અત્રે ઉલ્લેખનીય છે કે જિનેશ્રી એ જે ઉપધાન તપ કર્યું તેના બાળ ભાઈ એ રત્નસુંદરસુરી મહારાજ પાસે દીક્ષા લઈ ત્રૈલોક્યસુંદર મુનિ બન્યા છે અને તેમની સાથે જ અલકાપુરી જૈન સંઘ ના ભરતભાઈ ના દીકરા એ પણ દીક્ષા લીધી હતી અને એમના માતા હેતલબેન શાહ તથા અર્પિતા કશ્યપ શાહે પણ આ ઉપધાન તપ કરી મોક્ષ માળ આચાર્ય રત્નસુંદરસુરી મહારાજ ના હસ્તે પહેરી હતી એમ યુવા અગ્રણી ભામિની અનિષ શાહે જણાવ્યું હતું






Reporter: admin







