News Portal...

Breaking News :

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિ રવિવાર 2જી ફેબ્રુઆરી 2025ના રોજ હર કદમ મેં હૈ દમ શીર્ષક સાથ

2025-01-31 18:02:56
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિ રવિવાર 2જી ફેબ્રુઆરી 2025ના રોજ હર કદમ મેં હૈ દમ શીર્ષક સાથ


વડોદરા: 2025 માં મેરેથોનની 11મી આવૃત્તિએ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને રેકોર્ડ બ્રેકિંગ નોંધણીઓ સાથે એશિયાની સૌથી મોટી નોન-મેટ્રો મેરેથોન તરીકે ચિહ્નિત કરી છે અને તેની 12મી આવૃત્તિને વધુ અદભૂત બનાવવા માટે સંકલ્પબદ્ધ છે. 


ટાઈટલ સ્પોનસર - JSW MG મોટર ઈન્ડિયા, પાવર્ડ જોય-ઈબાઈક દ્વારા સંચાલિત, અમી લાઈફસાયન્સ સ્વચ્છતા રન, કેવાયબી કોન્મેટ એનજીઓ રન, એક્સેસ જવાન રન, વીવીએન દિવ્યાંગ રન. અમારા સ્પોન્સરમાં JSW MG Motor, Joy e-bike, Ami Lifsciences, KYB Conmat, Reliace Industries Ltd./Jio, Access Computech Pvt. નો સમાવેશ થાય છે વાઈબ્રન્ટ નવરાત્રી, ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ, ગ્રાન્ડ મર્યોર સૂર્યા પેલેસ, સુજલ એડવર્ટાઇઝર્સ લિ., એચડીએફસી બેંક, આઈઓસીએલ, વોલ્ટેમ્પ, નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ નો સમાવેશ થાય છે. 


અમે અમારા મૂલ્યવાન પ્રાયોજકોના સહકાર બદલ તેમના અત્યંત આભારી છીએ. 2 ફેબ્રુઆરી 2025,રવિવારના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી ફેલગોફ માટે ખાસ ઉપસ્થિત રહેશે.MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2025 એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારત અભિયાન વિથ સસ્ટેનેબિલિટી અભિયાનના આહવાનને પડઘો પાડે છે. JSW MG VM-2025 તેની મુખ્ય થીમ તરીકે 'સસ્ટેનેબિલિટી'ના સંદેશને પુનરાવર્તિત કરી રહ્યું છે.. 15મી ડિસેમ્બર 2024ના રોજ વડોદરા મેરેથોન દ્વારા “ક્વીન્સ રન"નું આયોજન કરવામાં આવ્યું હતું.MGVM નું આયોજન પ્રોફેશનલ ઇવેન્ટ કંપની નહિ પણ વડોદરાના નાગરિકોની ટીમ દ્વારા કરવામાં આવેછે.

Reporter: admin

Related Post