વડોદરા : અહીંની સેન્ટ્રલ જેલમાં પોસ્કો એક્ટ સજા ભોગવતા પાકા કામના કેદી સુરેશ બારીયાએ આજે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો.
કેદી સુરેશ છત્રસિંહ બારીયાએ વોર્ડ નં.૯ના બેરેક ૩ ના પોતાના બેરકની બાથરૂમમાં અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતું. રાત્રીના આશરે ત્રણ થી ચાર દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે,ત્યારે સેન્ટ્રલ જેલ સત્તાધીશોએ સયાજી હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સન ૨૦૧૯ માં ૧૨ ફેબ્રુઆરી ના રોજ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં પોસ્કો હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો હતો.
Reporter: admin