નવીદિલ્હી : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી ઉંધી વાળી દીધી હોવાનું મનાય છે.
ભાજપે લોકસભામાં ખરડો રજૂ કરવાની બધી તૈયારી કરી લીધી હતી પણ ગુરૂવારે સવારે જ ફોન કરીને નાયડુએ ભાજપનો ખેલ બગાડી દીધો છે. રાજકીય સૂત્રોનું કહેવું છે કે, ચંદ્રાબાબુએ ભાજપને ચીમકી આપી હતી કે, વકફ ભાજપ એક્ટમાં પોતે સુધારો કરવા ધારે છે
એવા સુધારા સાથેનો ખરડો લોકસભામાં રજૂ કરશે તો ટીડીપી તેને ટેકો નહીં આપે. તેના બદલે તમામ પક્ષોના સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતી રચાય. આ સમિતી જે સુધારા સૂચવે એ પ્રમાણે નવો ખરડો બનાવીને રજૂ કરાશે તો જ ટેકો આપશે.
Reporter: admin