જૈન તેરાપંથી સમાજના સાધ્વીજી પંકજજી મહારાજે નિશ્રા પ્રદાન કરી જૈન શ્વેતાંબર તેરાપંથી સભાના અગ્રણી મુકેશ બડોલા એ જણાવ્યું હતું કે વડોદરામાં પહેલીવાર તેરાપંથી સભા યુવક પરિષદ તથા મહિલા મંડળ દ્વારા પહેલીવાર 65 યા છંદ મહાઅનુષ્ઠાનનુ આયોજન કારેલીબાગ મિલનકુંજ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.
દરમિયાનમાં જૈન અગ્રણી દીપક સાહેબ જણાવ્યું હતું કે યોગપ્રધાન આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબની આજ્ઞા થી વડોદરામાં પંકજ મહારાજ સાહેબ આદીઠાણા ૪ નું ચાતુર્માસ કારેલીબાગ જૈન સંઘ માં યોજાયું છે જેમાં આજ રોજ યોજાયેલા છંદ મહાઅનુષ્ઠાન માં 127 કપલે ભાગ લીધો હતો જેમાં શ્રાવકો સફેદ વસ્ત્ર પરિધાન કરી અને શ્રાવિકાઓ દ્વારા લાલ ચુંદડી સાથે આ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો.
દરમિયાનમાં સાધ્વીજી પંકજ મહારાજે જણાવ્યું હતું કે આ અનુષ્ઠાન કરવાથી ગમે તેવી આધી વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. અને જીવનમાં શાંતિ થાય છે.આજના કાર્યક્રમમાં તેરાપંથી સંઘના અધ્યક્ષ મંત્રી રોશનલાલ પીપળીયા તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ કિશોર વેદ મંત્રી સુમિત કોઠારી તથા સ્થાનકવાસી સંઘના અગ્રણી કાલુલાલ મહેતા મુકેશ બડોલા સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
Reporter: