વડોદરા: કોર્ટમાંથી સમન્સ આપવા ગયેલા વ્યક્તિએ પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ કર્મી ઉપર ઉશ્કેરાય માર માર્યો હોવાની ઘટના બનાવ પામી છે. જોકે પોલીસ કર્મીને માર મારતા તેઓના સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
આ બનાવની વિગત એવી છે કે, બાપોદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ચાર વર્ષથી એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હરીશભાઇ ગત રોજ પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ કોર્ટ તરફથી નિર્મલસિંહ ડોડીયા, કારેલીબાગ સ્થિત પાયલ એજન્સીના કલ્પેશ અધવર્યુંના નામનો બેલેબલ વોરંટ નેગોશિયલ એક્ટની કલમ 138 મુજબનો સમન્સ લઇને આવ્યાં હતા.જેથી આ સમન્સ અંગે હરીશભાઇએ નિર્મલસિંહને જણાવ્યું કે, નીચે પી.એસ.ઓ. પાસે દાખલ તારીખ નખાવી દો. આ વોરંટની બજવણી બીજા માણસો કરે છે, અને તેઓ સાંજે પાંચ વાગે આવશે.
અને તમે લોકરક્ષક વિવેકગીરીને મળી લેજો તેમ કહેતા, તે એકદમથી ઉશ્કેરાઇ ગયો અને કહેવા લાગ્યો કે, અમે સરકારમાં ટેક્સ ભરીયે છીએ તો તેનાથી તમારા જેવા પોલીસવાળાના પગાર થાય છે. અને તારે મને તમે નહીં સાહેબ બોલવાનું, ત્યારબાદ ખુરશીને લાત મારી એ.એસ.આઇ હરીશભાઇને નીચે પડી ગયા હતા. તેમજ તેઓને મોઢા પર ફેટો મારી લાત મારી તેઓની ઉપર બેસી ગયો હતો. જેથી હરીશભાઇએ બુમાબુમ કરતા પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય પોલીસ કર્મીઓ દોડી આવી તેઓને છોડાવ્યાં હતા.બનાવને પગલે એ.એસ.આઇ.ને આંખે અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એ.એસ.આઇ બાપોદ પોલીસ સ્ટેશનમાં નિર્મલસિંહ ડોડીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
Reporter: admin