વડોદરા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શહેરની ચારેય ઝોનની મામલતદાર કચેરીઓ દ્વારા તમામ વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોના સરકારી કાગળ સમયસર કાઢી આપવામાં આવે છે. આ કાર્યક્રમની લાભાર્થીએ પ્રશંસા કરી હતી.સેવા સેતુ કાર્યક્રમમાં ખૂબ જ અહોભાવ સાથે લાભાર્થી સ્તૃતિબેન જણાવી રહ્યા છે કે, હું મકરપુરાની રહેવાસી છું. મેં આધારકાર્ડ માટે બે-ત્રણ જગ્યાએ ગઈ હતી પરંતુ ત્યાં લાઈનમાં ઊભી રહી હતી છતાં પણ મારૂ આધારકાર્ડ બન્યુ ન હતું.જ્યારે મને સેવા સેતુ કાર્યક્રમની જાણ થઈ એટલે મેં મારી સાથે મારી ૬ મહિનાની દીકરીને સાથે લઈને આવી હતી.
અહીંયા કોઈપણ પ્રકારની લાઈનમાં ઊભું રહેવું પડ્યું નથી અને મારા હાથમાં ૧૫ જ મિનિટમાં આધારકાર્ડ બનીને આવી ગયું હતું.વધુમાં લાભાર્થી કહે છે કે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે તો આ કાર્યક્રમ ખુબ જ લાભદાયી રહ્યો છે. લાભાર્થી જેના હક્કદાર છે તેવા લાભો પૂરતી સંવેદના સાથે હાથો હાથ અને કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર સેવા સેતુના કાર્યક્રમ થકી સરકારી કાગળ મળી જાય છે.
Reporter: admin