News Portal...

Breaking News :

સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી મારી દીકરીનું કાસ્ટ સર્ટિફિકેટ ગણતરીની મિનિટમાં જ આવી ગયું:લાભ

2024-10-23 17:45:02
સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી મારી દીકરીનું કાસ્ટ સર્ટિફિકેટ ગણતરીની મિનિટમાં જ આવી ગયું:લાભ


સેવા સેતુ કાર્યક્રમની વિશેષતા એ છે કે, તમે માત્ર જરૂરી દસ્તાવેજ લઈ આવો એટલે મોટાભાગના સરકારી કચેરી સંબંધિત કામ એક જ સ્થળ ઉપર તેનું નિરાકરણ આવી જાય છે. 


મારે મારી દીકરીનું કાસ્ટ સર્ટીફિકેટ કડાવવાનું હતું. આ માટે મેં જરૂરી ડૉક્યુમેન્ટ સાથે લઈને આવ્યો હતો. અહીંના ફરજ પરના અધિકારીને આપ્યાં એટલે એમને જરૂરી ડૉક્યુમેન્ટ માગ્યા હતા. મારા હાથમાં ગણતરીની મિનિટમાં જ મારી દીકરીનું કાસ્ટ સર્ટિફિકેટ આવી ગયું હતું.સામાન્ય રીતે આ કામ કરવા માટે અરજી આપવાથી માંડીને ઘણી લાંબી પ્રક્રિયા થતી હોય છે જે સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગણતરીની મિનિટોમાં પતાવટ થઈ ગયું.લાભાર્થી સંજયભાઈ સોલંકીનું કહેવું છે કે, મારે મારી દીકરીના કાસ્ટ સર્ટિફિકેટ કડાવવા માટે સેવા સેતુમાં આવ્યો હતો. 


અહીં મારૂ કામ ગણતરીની મિનિટોમાં જ થઈ ગયું હતું. આની સાથે મારો આવકનો દાખલો પણ નીકળી ગયો છે. સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી સામાન્ય લોકો સરકારી કચેરી સંબંધિત કામ અંગે ઘણી મુંજવણ અને મુશ્કેલીઓ અનુભવતા હોય છે. પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં તેમના કામો-પ્રશ્નોનું સમાધાન ત્વરિત અને સરળતાથી જવાબ મળી રહે છે. જનકલ્યાણની ભાવના સાથે અમલી યોજનાઓના લાભ તેમને સેવા સેતુમાં પ્રમાણિક પદ્ધતિથી હાથોહાથ મળી રહ્યા છે.

Reporter: admin

Related Post