પાલિકામાં ગત વર્ષેઆ નાળાને પહોળું કરવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી આ કામના નિરીક્ષણ માટે કોઈ અધિકારી કે પાલિકા તંત્ર કર્મચારીઓ આવ્યો નથી.
શહેરના નિઝામપુરા અતિથિગૃહ પાસે આવેલ પાવન પાર્ક સોસાયટી નજીક ભૂખીકાંસ પસાર થાય છે. આ ભૂખી કાંસ પર બનાવમાં આવેલ છે. ગાબડા પડવાને કારણે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. નિઝામપુરા વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓ પાસેથી ભૂખી કાંસ પસાર થાય છે. આ કાસ પર અવરજવર કરી શકાય એ માટે અનેક ઠેકાણે નાળા બનાવવામાં આવ્યા છે.પાલિકા દ્વારા બનાવમાં આવેલ આ નાળાઓનો ઉપયોગ સ્થાનિક રહીશો અવર-જવર કરવા માટે કરતા હોય છે ત્યારે નિઝામપુરા અતિથિગૃહ પાસે આવેલ પાવનપાર્ક સોસાયટીની નજીક બનાવમાં આવેલ નાળાનો એકતરફનો ભાગ બેસી જતા સ્થાનિક નગરસેવક જહા ભરવાડ સ્થળે પહોંચી ગયા હતા.
ત્યાં પહોંચ્યા બાદ તેઓએ પસાર થતા વાહન ચાલકોને બીજી તરફથી જવા માટેની અપીલ કરી હતી સાથે સાથે નાળામાં ગાબડા પડવાની ઘટના અંગે તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા ગાબડા પડેલ સ્થળે માત્ર બેરીકેટિંગ કરીને સંતોષ માન્યો હતો પાલિકામાં ગત વર્ષે બજેટમાં આ નાળાંને પહોળું કરવાનું કામ મુકાયું હતું અને તે કામની મંજૂરી પણ અપાઈ હતી, પરંતુ આ કામ મંજૂર થયા બાદ પણ તંત્રના કોઈ અધિકારીઓએ આ કામગીરી પૂર્ણ કરાવવાનો પ્રયત્ન કર્યો નથી જેને લઇને પણ રહીશોમાં રોષ જોવા મળ્યો છે. આ વિસ્તારમાં નજીકમાં જ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલની વાડી આવેલી છે અને એની પાછળ અન્ય રેસીડેન્સીયલ વિસ્તાર પણ આવેલો છે. સ્થાનિક રહીશોની અવરજવર માટે બનાવેલ આ ભુખી કાંસતા નાળા ઉપર ગાબડાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો એના માટે જવાબદાર કોણ રહેશે ? તેવા સવાલો પણ અહીં ઊભા થયા છે. વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તેવુ સ્થાનિક નગરસેવક સહિત રહીશોએ માંગ કરી છે
Reporter: News Plus