ભારતીય રિઝર્વ બેંક ના વર્ષ દરમિયાન ના નિરીક્ષણ દરમિયાન કેટલીય બેંક અને લોન આપતી સંસ્થાઓ ગ્રાહકો સાથે લૂંટફાટ કરે છે, ગ્રાહકો પાસે થી વ્યાજ વસુલ કરે છે અને લોન પાસ કરવાના extra ચાર્જ લે છે .
પરંતુ હવે હોમ લોન લેનાર ને મોટી રાહત મળશે જેને લઇ RBI એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે લોન આપનાર બેંક અને સંસ્થાઓ ગ્રાહક પાસે થી જે ગેરકાયદેસર વ્યાજ વસૂલી કરે છે અને અયોગ્ય કામ કરે છે તેને લઇ કેન્દ્રીય બેંકે માર્ગદર્શિકા બહાર પડી છે. હાલ નવા નિયમ હેઠળ લોન આપતી તમામ બેંકે વહેંચણીની તારીખથી વ્યાજ વસૂલવાનું ફરજિયાત બની ગયું છે.નવા નિયમ મુજબ લોન લેનાર ને રાહત મળશે.પરંતુ આ માટે બેંક ને મોટા પાયા પર નુકશાન છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો પાસેથી હોમ લોન પર પ્રોસેસિંગ ફી તરીકે લોનની રકમના 0.35% વત્તા લાગુ પડતો GST વસૂલે છે, જે લઘુત્તમ રૂ. 2,000 વત્તા GST અને વધુમાં વધુ રૂ.10,000 વત્તા લાગુ GST છે.
જયારે પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો પાસેથી લોનની રકમ પર 1% + GSTનો પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે . બીજી તરફ ખાનગી બેંક HDFC બેંક પ્રોસેસ ફી લોન ની રકમ પર મહત્તમ 1% અને ન્યૂનતમ રૂ. 7500 વસૂલે છે. આરબીઆઈ એ પોતાના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક સંસ્થાઓ લોન વિતરણની તારીખના બદલામાં લોન મંજૂરીની તારીખથી વ્યાજ વસૂલ કરી રહ્યા છે, જ્યાં ચેક દ્વારા લોન આપવામાં આવતી હતી તેમને સમય પર ચેક મળતો ન હતો. હાલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન બાદ લોન લેનારા લોકોને મોટી રાહત મળી રહેશે .
Reporter: News Plus