News Portal...

Breaking News :

વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું

2024-12-15 14:11:27
વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું


વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા વડોદરા ચેપ્ટરના ચેરમેન સીએસ મિતુલ સુથારના માર્ગદર્શનમાં અવિરતમકદમ નિરંતર વિકાસના શિર્ષક હેઠળ કોર્પોરેટ ગવર્નન્સની થીમ ઉપર એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. 


જેમાં ICSIના રાષ્ટ્રીય અધ્યક્ષ સીએસ બી. નરસિમ્હન મુખ્ય અતિથિ તરીકે જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ICSI ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સીએસ ધનંજય શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ICSIના રાષ્ટ્રીય અધ્યક્ષ સીએસ બી. નરસિમ્હને જણાવ્યું હતું કે, સીએસને ભારત સહિત વૈશ્વિક સ્તરે વધુ માન્યતા અને વિશ્વસનીયતા મળી રહી છે. 


સીએસ પ્રોફેશનલ એક વિશ્વાસપાત્ર ગવર્નન્સ બની રહ્યા છે. વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI દ્વારા નવા વિષયે આયોજિત કરાયેલી કોન્ફરન્સના કારણે સીએસની વિસ્તૃત થઈ રહેલી ભૂમિકા અને સ્કોપ વિશે યુવાનો સહિત પ્રોફેશનલ માહિતગાર થયા હતા. નોંધનીય છે કે, આ કોન્ફરન્સમાં શહેરના સીએસ પ્રોફેશનલ સાથે WIRC ઓફ ICSI ના અધ્યક્ષ સીએસ મહુલ રાજપૂત અને ICSI ના CCM સીએસ રાજેશ તારપરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post