વડોદરા : રાવપુરા જેમ્બુબેટ ખાતે રહેતો રમેશ કહાર નામનો ઇસમ પોતાના ઘરે એમ.પી. ખાતેથી મંગાવેલ દારૂ એક રીક્ષામાં ભરી જે રીક્ષાનું ડયુટ મોપેડ નંબર GJ06LQ6697 થી પોતે પાઇલોટીંગ કરી આ દારૂ કીરણ ઉફે કીરૂ પરમાર જે હરી ટેનામેન્ટ, સંતોષી માતાના મંદીર પાસે પંચવટી કેનાલ રોડ ખાતે રહે છે
તેને પહોંચાડવા નીકળેલ છે. અને થોડાક સમયમાં અત્રે પંચવટી તરફથી ઉંડેરા તરફ પસાર થનાર છે.” જે હકીકત આધારે માહીતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેઇડ કરતા ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
Reporter: admin