વડોદરા: શહેરમાં ટ્રાફીક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કરવામાં આવે છે જેમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે છે

જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો બેફિકર થઈ રાજપાટ થઈ વાહન હંકારી આર.ટી.ઓ ના નિયમો તેમજ ટ્રાફિક નિયમોના લીરેલીરા ટેમ્પો ચાલક ઉડાડતો જોવા મળ્યો છે. આરટીઓ દ્વારા હાઇટ ના નીમ્યો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે, આર.ટી.ઓ કી એસી કી તેસી કરી રેગ્યુલર હાઈટ કરતા વધુ સમાન ભર્યો જેથી ટેમ્પો ની આજુ બાજુ ના વાહનો માટે જોખમ વધ્યું હતું

હદ તો ત્યારે થઈ જ્યારે આ બેફિકરી ટેમ્પો ચાલક વડોદરા ની જૂની કલેકટર કચેરી ખાતે આવેલા રોડ પર પહોંચ્યો જ્યાં આરટીઓના ઉલમઘન કરી મોટું સામાન પોતાના ટેમ્પો ઉપર બાંધ્યું હતું જે ઝાડની ડાળખીમાં ફસાતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો તેની સાથે જ અન્ય વાહનો નો પણ અકસ્માત થતાં રહી ગયો હતો આ સમગ્ર ઘટના મીડિયા કર્મીએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. હવે જોવાનું રહેવું કેવા પ્રકારની કાર્યવાહી આવા ગફલત તેમજ બે ફિકરી ટેમ્પો ચાલકો ઉપર આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.
Reporter: admin