વડોદરા : માંજલપુર ગામમાં હોળીનો ઉત્સવ છેલ્લા 400 વર્ષથી ઉજવવામાં આવે છે, જે વડોદરા શહેરની સૌથી મોટી હોળી તરીકે ઓળખાય છે

આ ઉત્સવ દરમિયાન 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે, જે શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે હોળીકા દહન સમયે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા જે ઉત્સાહભેર આ પરંપરાગત તહેવારની ઉજવણી કરે છે આ વર્ષે પણ માંજલપુર ગામમાં હોળીમાં ગામના લોકો ઉત્સાહપૂર્વક આ ઉત્સવ દરમિયાન પરંપરાગત ગીતો, નૃત્યો અને રંગોની રમતમાં લોકો ભાગ લે છે, જે સૌના માટે આનંદ અને ઉમંગનો પ્રસંગ બને છે

માંજલપુર ગામની હોળી વડોદરાના લોકો માટે એક મહત્વપૂર્ણ પરંપરા છે, જે સમાજના સૌના માટે એકતા અને આનંદનું પ્રતિક છે ત્યારે આજે માંજલપુર ગામ ખાતે હોળી ની પૂજા અર્ચના કર્યા બાદ થોડી પ્રગટાવવામાં આવી હતી આ હોળી પ્રગટાવવાની સાથે જ ગામના લોકો પૂજા અર્ચના કરી હતી અને હોળી માતા પાસે ઘરમાં શું શાંતિ સમૃદ્ધિ અને સમગ્ર વિશ્વમાં કાંતિ બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.


Reporter: admin