વડોદરા: શહેરની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે હોળી અને ધુળેટી ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ફતેગંજ વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ધાણી, ખજૂર અને અન્ય આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ રંગ ઉત્સવની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી, જેથી પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ-બહેનો પણ હોળીના રંગોમાં રંગાઈ જઇ શકે

સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા નિયમિત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે અનાજ કીટ વિતરણ તથા તહેવારના અવસરે વિવિધ સામગ્રીનું દાન કરવામાં આવે છે.આ સેવાકીય કાર્ય માટે સંસ્થા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અને આ સમગ્ર પ્રયાસને સમાજમાં વિશેષ માન્યતા મળી રહી છે.

Reporter: admin