વડોદરા : વડસર વિસ્તારના ફ્લેટમાં દારુ નો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડી ૧ લાખની કિંમતનો દારુ કબજે કર્યો હતો.
વડસરની ઓરા હાઇટ્સમાં રહેતા અર્જુન પૂનમભાઇ મારવાડી(મૂળ રહે.શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે,કારેલીબાગ)એ દારુ નો જથ્થો મંગાવ્યો હોવાની વિગતો મળતાં એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે ફ્લેટમાંથી દારુ અને બીયરની ૭૨૦ નંગ બોટલ કબજે કરી અર્જુનને ઝડપી પાડયો હતો.અર્જુન સામે અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૧૮ ગુનાઓ નોંધાયા હતા. પોલીસે દારુ ના સપ્લાયરની તપાસ હાથ ધરી છે.
Reporter: